Napačna izbira? Nič za to! Izdelke lahko vrnete do 30 dni
Z darilnim bonom ne morete zgrešiti. Obdarovanec lahko v zameno za darilni bon izbere karkoli iz naše ponudbe.
આ પુસ્તકનું શીર્ષક 'અંતરની ગુંજ' સર્વથા યથાર્થ છે. અહીં સંગ્રહિત રચનાઓ કવયિત્રીના ભીતરનો દૈવી નાદ છે, જે શબ્દરૂપે આપણી સામે પ્રગટ થવાનો છે. આ સંગ્રહની એક મોટી વિશેષતા એ છે કે તેઓ લગભગ દરેક રચના સાથે તેનો પ્રચલિત 'ઢાળ' કે 'રાગ' સૂચવે છે, જેથી વાચક માત્ર તેને વાંચે નહીં, પણ ગાઈને તેનો આસ્વાદ માણી શકે. એમનાં ભાવભર્યા પરંતુ એકદમ સરળ શબ્દોમાં લખાયેલાં ભજનો વાંચતાં જ જીભ પર રમવા માંડે છે. મારા જેવી ક્યારેય એક ગીતની કડી પણ નહોતી ગાતી તે નારદી માનાં ભજનો વાંચીને ભાવવિભોર થઈને ગાવા લાગે તે જ તેમનાં ભજનોની કમાલ છે! એમનો કૃષ્ણપ્રેમ એમનાં ભજનમાં છલકાય છે. કૃષ્ણભક્તિ જાણે તેમને સહજ સાધ્ય છે.
એમનાં ભજનોમાં કૃષ્ણપ્રેમ કેન્દ્રસ્થાને છે, છતાં દરેક રચનામાં જીવનદર્શનની એક નવી જ ભાત ઉપસી આવે છે. અહીં ભક્તિ અને વ્યવહારજ્ઞાનનો અનોખો સંગમ રચાયો છે.
ક્યારેક તેઓ માનવજીવનની ક્ષણભંગુરતા અને તેની સાચી કિંમત સમજાવતાં ટકોર કરે છે,
"અમૂલખ હીરલો હાથે ચડ્યો,
મોલ ના એના જાણો રે..
જીવ જન્મ્યો છે શિવને મળવા,
તોય ફરે છે નિમાણો રે..."
તો ક્યારેક મોહનને મળવાની તીવ્ર લગની વ્યક્ત કરતાં ગોપીભાવે ગાય છે,
"મોહનને મળવાની લગની એવી લાગી,
ભવભવની પ્યાસ મારી જાગી રે..
શામળિયા વિના કોઈ મારગ ન સૂઝતો..."
Pozdravljeni! Sem Libroamiko, vaš knjižni svetovalec.
Kako vam lahko pomagam?