Napačna izbira? Nič za to! Izdelke lahko vrnete do 30 dni
Z darilnim bonom ne morete zgrešiti. Obdarovanec lahko v zameno za darilni bon izbere karkoli iz naše ponudbe.
વિસ્મય પરથી વિસ્મિતા! હોવું અને ના હોવું બંને વિસ્મય. દૃશ્ય વિસ્મય, અદૃશ્ય વિસ્મય. શૂન્ય વિસ્મય, સઘળું વિસ્મય અને સૌથી મોટું વિસ્મય તે સમય, જેના સામ્રાજ્યનો વિસ્તાર તો કે આપણા મન સુધી અને આપણું મન તો કે પરમ વિસ્મય, જે કદી ક્યારેય શમતું જ નથી! આવાં તમામ સંભવિત અને અસંભવિત વિસ્મયો અનાદિ કાળથી વહેતાં જાય છે વિસ્મિતાના શાશ્વત વહેણમાં...!
વિસ્મિતા એટલે વિશેષ અસ્મિતા પણ! આ મારો સાતમો કાવ્યસંગ્રહ છે. પુસ્તકના અનુક્રમે આઠમું પુસ્તક. સાતમું પુસ્તક મારા પહેલા કાવ્યસંગ્રહ 'અજાણી સુગંધ'ની હિન્દી અનુવાદ સાથેની બીજી આવૃત્તિ - (પહેલી 1990માં અને બીજી 2024માં) જેનો અનુવાદ કર્યો છે કવયિત્રી સુશ્રી ડૉ. દિવા ભટ્ટે. યોગાનુયોગ આ પુસ્તક 'વિસ્મિતા'નો પણ હિન્દી અનુવાદ એમણે જ કર્યો છે. ડૉ. દિવા ભટ્ટ અને એમના સાહિત્ય સર્જનથી ગુજરાતી અને હિન્દી સાહિત્ય જગત અજાણ નથી. એ કહેવું અતિશયોક્તિ નહીં લેખાય કે બંને ભાષા પરનું એમનું પ્રભુત્વ અનન્ય છે અને એટલે જ એ ગુજરાતી કવિતાના આવા ઉત્તમ અનુવાદ આપી શકે છે. આપણે ત્યાં અનુવાદ પણ સર્જન લેખાય છે, તો આવા સર્જન માટે ડૉ. દિવા ભટ્ટનો હાર્દિક આભાર અને અભિનંદન! તદ્દન નિરપેક્ષ ભાવે માત્ર કાવ્ય પ્રેમથી પ્રેરાઈને મારાં કાવ્યોના અનુવાદ માટે હું ડૉ. દિવા ભટ્ટનો અત્યંત આભાર માનું છું અને એમના જીવન અને કવન માટે સર્વ શુભેચ્છાઓ પાઠવું છું.
મારા બીજા પ્રકાશિત કાવ્યસંગ્રહો - પુસ્તકોની યાદી અહીં સામેલ છે - કાવ્યરસિક વાચકો માટે.
સૌ જાણે જ છે કે કાવ્યરચનાના કોઈ નિશ્ચિત સમય કે નિયમ નથી હોતા. કવિ અને કાવ્યરસિક વચ્ચેનો કોઈ અનન્ય સેતુ સિદ્ધ કરે છે કવિતા અને આવો એક સેતુ - વિસ્મિતા - જે છે અત્યારે આપના કરકમળમાં! અને એ તો ખરું જ કે - જીવનમંથન વિના કવિતા નહીં!
Pozdravljeni! Sem Libroamiko, vaš knjižni svetovalec.
Kako vam lahko pomagam?